सोमवार, 23 सितंबर 2024

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ) ને જિલ્લા એટીવીટી કાર્યવાહક સમિતિના સભ્યશ્રી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે

તે બદલ હમીરભાઇ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
 સાથે આપ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ સફળતા મેળવો એવી માં સોનલ ને પ્રાર્થના 💐💐💐

शनिवार, 30 मार्च 2024

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે. 

28મી માર્ચનાં રોજ ડો. પ્રતીક ગઢવીને RSSનાં (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) ડો. જયંતિભાઇ ભાડેસીયાની અને કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સન્માનિત કરાયા. આ મહાનિંબધમાં પ્રત્યક્ષ માર્ગદર્શન પાઠવનાર ડો. વિશાલભાઇ જોશી પણ ઉપસ્થિત રહ્યા. 

આ મહા નિબંધમાં ડો. પ્રતીક ગઢવીએ આર.એસ.એસની સ્થાપના, શાખાનો પ્રારંભ, સંઘનાં વિવિધ કાર્યક્રમો અને આયામો, આર.એસ.એસનાં સેવાકાર્યો, ચીન અને પાકિસ્તાન સાથેનાં યુદ્ધ દરમિયાન આર.એસ.એસ દ્વારા પીડિતોને સહાય અને સેવા કાર્ય, કચ્છનાં ભૂકંપ વખતે હાથ ધરાયેલા સેવાકાર્યો, સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ દરમિયાન કરાયેલા કાર્યો, પૂર અને વાવાઝોડા દરમિયાન કરાયેલી લોકસેવા, કોરોનાની મહામારી દરમિયાન કરાયેલી સેવા વગેરે મહત્વનાં પાસાને આવરી લીધી છે.

मंगलवार, 18 अगस्त 2020

લોકગાયક ચેતનભાઈ ગઢવીને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ

લોકગાયક ચેતનભાઈ  ગઢવીને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ

 મૂળ રાજકોટના અને વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલા લોકગાયક ચેતન ગઢવીને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો . મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ દ્વારા તાજેતરમાં મુંબઈ ખાતે ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં વિશ્વ ગૌરવ , ભારત ગૌરવ અને મહારાષ્ટ્ર ગૌરવ એનાયત કરવામાં આવ્યા હતા .
 ખૂબ ખુબ અભિનંદન ચેતનભાઈ

शुक्रवार, 20 दिसंबर 2019

મઢડે સોનલ માત

જય માં સોનલ.........
શ્રી રામ સ્ટુડિયો નિર્માતા ભોલા ભાઇ ગઢવી  રજુ કરે છે સોનબાઇ માંનું  સુંદર વિડીયો સોંગ. ગીતના શબ્દો છે *“મઢડે સોનલ માત”*

જેમાં સ્વર આપ્યો છે જયદિપ ગઢવીએ. તો સુંદર વિડીયો સોંગને નિહાળજો અને આપની પ્રતિક્રિયા કોમેન્ટ રૂપે આપજો.આ ચેનલની લીંક નીચે આપેલ છે અને ચેનલ *Shree Ram Studio Bhogat* ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવાજો જેથી આવનાર તમામ ગીતોનું તમને ગીતનું નોટીફીકેશન મળી જાય.

https://youtu.be/8bMfnBtL9u4
  
Singer : JAYDEEP GADHVI
Song : Madhde SONAL MAT..
Lyrics : DAS NARAN 
Music : SAILESH  UTPADAK.

रविवार, 21 अप्रैल 2019

હરિરસ પાઠ



હરિરસ પાઠ....જય સોનલ શક્તિ.. .સાથે જણાવવાનું કે તા.૨૨-૪-૧૯ ને સોમવારે રાત્રે ૯-૩૦ વાગ્યે સ્વ.ગઢવી લક્ષ્મીબેન ખેંગારભાઈ વિસાણી ના બારમા નિમિત્તે હરિરસ પાઠ રાખવામાં આવેલ છે.. સ્થળઃ પાંચ વાળી... આદિપુર..... વક્તા..આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર... દ્વારા હરિરસ પાઠ કરીને સદગત્ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે...... નોંધઃ શંખઢોળ રાખવામાં આવેલ નથી......સૌ ભાઈઓ.. બહેનો ને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે...જય સોનલ શક્તિ...

बुधवार, 26 सितंबर 2018

હરીરસ કથા નુ આયોજન

જય સોનલ શક્તિ
જય સોનલ શક્તિ સાથે જણાવવાનું કે આગામી તારીખ:27/09/2018 થી 03/10/2018 સુધી આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર દ્વારા પીત્રુ મોક્ષ અર્થે સાત દિવસ હરીરસ કથા નુ આયોજન કરવામાં આવેલ છે. આ હરીરસ કથામા પોતાના પીત્રુ ની છબી રાખવા ઈચ્છુક હોય તો તે છબી નિશુલ્ક પણે રાખી સકાશે.
મુખ્ય યજમાન *નારાયણનંદ સરસ્વતી ચંપલેશ્વર આશ્રમ માંડવી*
આપ સર્વે ને હરીરસ કથામા ઉપસ્થિત રહેવા ભાવ ભર્યું આમંત્રણ છે

વક્તા: રામભાઈ કે ગઢવી આદિપુર
સ્થળ: આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર કાર્યાલય,અંબેમાં મંદિર,સથવારા સમાજવાડી ની બાજુમા
કથાનો સમય: તા 27/09/2018 થી 3/10/2018 દરરોજ સાંજે 5:30 થી 6:30 કલાકે

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...